Saturday, April 24, 2010

સડક


નિત્ય વહન કરે છે
બધો ભાર દુનિયાનો
આડી અવળી ફંટાય
ઉંચી જાય નીચી જાય
અંત ના ક્યાંય દેખાય
તડકે સુકાય
ઠંડીથી થરથરે
વરસાદથી ભીંજાય
તો ય એનાથી કઈ ના બોલાય.
રોજ રોજ વધતો જતો ત્રાસ
ખોદી કાઢે લોકો ને કુરૂપ બની જાય.
ક્યારેક નવા રંગ રૂપ સજે
જો કડી નેતાના દર્શન થાય.
તેના નિત્ય સાથી વૃક્ષો
વવાય ઓછા ને ઝાઝા કપાય
વેદના દિન રાત સહેતી
ઉંહકારો કડી ના કરતી
મારે તમારે રોજ કામ લગતી
ક્યાંક રૂપાળી
તો ક્યાંક કદરૂપી
કુદરત તણા સ્નેહથી ભીંજાય
ક્યારેક ધરતી પર તલવાર કટ
ઘ બની જાય
તો ક્યારેક સીમ ખેતરની
સરહદ બની જાય
હમેશ હરખાતી લહેરાતી
એ છે રૂપાળી સડક

ડો અરવિંદ પંચાલ
૧/૦૨/૦૪

No comments:

Post a Comment