Sunday, April 11, 2010

નયનના દ્વારે આંસુના તોરણ જુલાવો છો,
રણ સમાં હ્રદયમાં હરિયાળી ઉગાવો છો.


માણસની વેદનાનું વર્ણન કરવા જો બેસું તો આખા જગતની શાહી ખૂટી પડે
જયારે
આનંદનું વર્ણન કરવા ગુલાબની એક પાંદડી પણ કાફી છે.






સમયના આકાશમાં તમે અને હું
સુખ - દુખની પગલીઓ પાડી
સાથે સાથે ચાલ્યાં
થોડી વાતો કરી
થોડું હસ્યાં
થોડું રડ્યાં
થોડું રમ્યાં
એ સમયના ગર્ભમાં ઉગતી
આવતીકાલ આપણને કેટલું હસાવે છે, કેટલું રડાવે છે
કે કેટલું રમાડે છે એ જાણવું દુષ્કર છે.

ડો. અરવિંદ પંચાલ

No comments:

Post a Comment