દર્દ ઘણા સહ્યા છે સુખ તમને આપવા,
નિજ સુખ જતા કર્યાં છે સુખ તમને આપવા.
તમ આંસુ દર્દ તણાં પીધાં છે,
છાંય તમને આપી તાપ અમે લીધા છે,
સુખ તમને આપવા.
એ દર્દ તમે ક્યાંથી અનુભવી શકો
ઉંમર બધી વીતી છે તમારી સુખમાં.
તમે શું કર્યું ? એ સવાલ તમે કરી શકો
જીવ્યા અમે જીવાય એવું સુખમાં કે દુઃખમાં
સુખ તમને આપવા.
એક દર્દ ભીતરનું હોય છે, અંગત અંગત
એક સુખ બહારનું હોય છે....અપ્રગટ
સુખની તમારી પાસેથી અપેક્ષા નથી
એક દર્દ ભીતરનું અમે સહી લીધું છે,
સુખ તમને આપવા.
પગલીનો પાડનાર નથી હોતો જેમને
પથ્થર એટલા દેવ કરે છે, મળે કે ના મળે
અમને મળે કે ના મળે આંચ નથી આવવા દીધી તમને
અમે તો વહી જશું અલવિદા ટાણું મળે કે ના મળે
સુખ તમને આપવા.
ડો. અરવિંદ પંચાલ
૧૫/૦૧/૨૦૦૪
No comments:
Post a Comment