પકડીને હાથમાં હાથ
ચાલ્યાં સાથ - સાથ
મન-મર્કટ ખેલી રહ્યું છે નાચ
કભી ધૂપ કભી છાંવ કભી જૂથ કભી સાંચ
જીવન છે બાગ
પ્યાર તેમાં ગુલાબ
સંશયની આંધી લગાવે નફરતની આગ
સંસાર લાગે અસાર
આમ જુઓ તો સાર જ સાર
સવારે ઉઠીને જુઓ આકાશ જાણે સાંજ તનો આભાસ
સૂરજનું નામ નથી ને રેલાય પ્રકાશ
નજરે જુઓ તો ચાંદનીનું આકાશ
વાદળ આવે વાદળ જાય
અંધારું લાગે જયારે સુરજ ઢંકાય
ચાંદ એકલો અટૂલો ખૂણામાં તડકાથી ન્હાય
એકસરખું કદી જીવન ના હોય
જીવંત આ સૃષ્ટિ
નિત્ય હોય જો નવી દૃષ્ટિ
એક આંખમાં સુરજની ગરમી
ને બીજીમાં હોય ચાંદની નમી
બધું ચાલે સાથ સાથ......
ડો. અરવિંદ પંચાલ ૦૧/૦૨/૨૦૦૪
No comments:
Post a Comment