તમારી હાજરી મારા માટે બસ છે,
તમારા પાયલની ઝંકાર
તમારા કંગન નો ખંકાર
મારા માટે બસ છે.
કાજળભર્યા તમારા નેણ
ને ઘનશ્યામ તમારા કેશ
મારા માટે બસ છે.
દુર તમે જશો નહિ
જાઓ તો પણ
મીઠી મધુરી તમારી યાદ
મારા માટે બસ છે.
ડો. અરવિંદ પંચાલ
૧૫/૦૧/૨૦૦૪
No comments:
Post a Comment