
અહી આજે ધોમ ધખવાનો છે,
ધરા તપવાની છે.
સવારથી જ લોકો સુરજના તાપ સામે લડવા સજ્જ છે, તડબુચના ઢગલા છે,
શેરડીના કોલા તૈયાર થાય છે,
બરફની પાટો અહી તહી વેચાય છે,
ખરા બપોરે પ્યાસ બુજાવવા પરબો મંડાય છે
છાંયડા થાય છે...
છતાં કોઈક નસીબદારને ભાગે બપોરે ૧૨ થી ૪ એર કંડીશનર ની ઠંડક
તો
કોઈક બિચારો લારી પર ભરબપોરે
ફાટેલા નસીબ જેવી છત્રી લઇ ઉભો હશે
જિંદગીના ચાર છેડા સરખા કરવા ....!
ડૉ. અરવિંદ પંચાલ ૧૦/૦૪/2010
No comments:
Post a Comment