Friday, April 9, 2010


અહા ! જીંદગી !

નિત્ય
સ-રસ સુંદર નવી સવી
નિશાંત ઉષા સમી
સૂર્ય કિરણ થી ધબકતી
આશાઓથી ભરપુર જિંદગી !
'કાલ'ને ભૂતકાળમાં હડસેલી
'કાલ'ને આવકારતી
ફૂલોની ફોરમથી ભરપુર
તાજી તાજી વર્ષાથી ભીંજાતી માટીની સોડમ
જેવો એક અકથ્ય 'અહેસાસ' !
રોજ રોજ આવકારવાનું મન થાય એવા મહેમાન સમી
પ્રેમરસ ભરપુર જિંદગી !

ડૉ. અરવિંદ પંચાલ
૧૦/૦૪/૨૦૧૦

No comments:

Post a Comment