Monday, July 26, 2010

તમે જલ્દી ઘરે આવો.

વરસાદના દિવસો છે સજન જલ્દી ઘરે આવો,
રાતરાણીની ખુશ્બુ તમને બોલાવે તમે જલ્દી ઘરે આવો.

એક એક પલ નિહારું તમારી વાટ
હવે આંખલડીને લાગ્યો છે થાક તમે જલ્દી ઘરે આવો.

પ્યાસી આ ધરતીને મળવા આવ્યો મેઘ
પ્રેમની લાગી છે મને પ્યાસ વ્હાલા તમે જલ્દી ઘરે આવો.

No comments:

Post a Comment